Home> India
Advertisement
Prev
Next

PM મોદીની પાકિસ્તાનને ચેતવણી, '10 દિવસમાં ધૂળ ચટાડી શકે છે ભારતીય સેના'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ફક્ત મતબેંક માટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી નથી. ગત સરકારોએ જમ્મુ કાશ્મીર માટે કશું કર્યું નથી. આપણે આતંકવાદવાળુ કાશ્મીર દેશને આપી શકીએ નહીં. કાશ્મીરને આતંકે તબાહ કરી નાખ્યુ.

PM મોદીની પાકિસ્તાનને ચેતવણી, '10 દિવસમાં ધૂળ ચટાડી શકે છે ભારતીય સેના'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો નાગરિકતા કાયદાનો વિરોધ ફક્ત વોટ બેંકની રાજનીતિ માટે કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ફક્ત મતબેંક માટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી નથી. ગત સરકારોએ જમ્મુ કાશ્મીર માટે કશું કર્યું નથી. આપણે આતંકવાદવાળુ કાશ્મીર દેશને આપી શકીએ નહીં. કાશ્મીરને આતંકે તબાહ કરી નાખ્યુ. કાશ્મીરના લાખો લોકોએ એક જ દિવસમાં ઘર છોડવા પડ્યા હતાં. આપણી સેનાઓ જ્યારે આતંકીઓ પર એક્શન માટે કહેતી તો તેને ટાળવામાં આવતું. પરંતુ હવે એવું થતું નથી. પીએમ મોદીએ આ વાતો દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની રેલીમાં કરી. તેમણે કહ્યું કે પાડોશી દેશોના લઘુમતીઓને શરણ આપવી એ અમારી પ્રાથમિકતા છે. આ ઉપરાંત પીએમ મોદીએ એમ પણ કહ્યું કે પાડોશીને ભારતની સેના 10 દિવસમાં ધૂળ ચટાડી શકે છે. 

CM પદ માટે શિવસેના કેવી રીતે થઈ કોંગ્રેસ આગળ 'નતમસ્તક'?, અશોક ચવ્હાણે કર્યો ખુલાસો

તેમણે કહ્યું કે 30 વર્ષથી વધુ સમયથી આપણી વાયુસેનામાં એક પણ નેક્સ્ટ જનરેશનનું ફાઈટર પ્લેન હતું. કારણ કે જે લોકો પર જવાબદારી હતી તેમને ચિંતા જ નહતી. દેશને હવે ત્રણ દાયકાના ઈન્તેજાર બાદ નેક્સ્ટ જનરેશન ફાઈટર પ્લેન રાફેલ મળી ગયું છે. જ્યારે પાકિસ્તાનના 90 હજાર જેટલા સૈનિકોને આપણી સેનાએ બંદી બનાવ્યાં હતાં તે સમયે દેશ ઘણું બધુ કરી શકે તેમ હતો. કોઈ પણ શરત રાખી શકે તેમ હતો. આપણે કરતારપુર સાહિબ ભારતમાં લઈ શકીએ તેમ હતાં. પરંતુ એ પણ શક્ય ન બન્યું. 

પીએમ મોદીએ કહ્યું કે NCC, દેશની યુવાશક્તિમાં Discipline, Determination અને દેશ પ્રત્યે  Devotionની ભાવનાને મજબુત કરવાનો ખુબ સશક્ત મંચ છે. આ ભાવનાઓ દશના વિકાસ સાથે સીધે સીધી જોડાયેલી છે. આજે વિશ્વમાં આપણા દેશની ઓલખ, યુવા દેશ તરીકે છે. દેશના 65 ટકાથી વધુ લોકો 35 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. દેશ યુવા છે, તેનો આપણને ગર્વ છે પરંતુ દેશની સોચ યુવા હોય તે આપણી જવાબદારી હોવી જોઈએ. 

Wuhan Coronavirus: ઘાતક વાઈરસની મુંબઈ, પુણે બાદ દિલ્હીમાં એન્ટ્રી, 3 શંકાસ્પદ દર્દી મળ્યાં

ભૂતકાળના પડકારો, વર્તમાનની જરૂરિયાતો, અને ભવિષ્યની આકાંક્ષાઓની સાથે કામ કરવું પડશે. ક્યારેક આતંકી હુમલો, તો ક્યારેક નક્સલી હુમલો, ક્યારેક અલગાવવાદીઓએ નિવેદન આપી દીધુ, તો ક્યારે ભારત વિરુદ્ધ નારા આપ્યાં. ક્યારેક ક્યારેક કોઈ બીમારી લાંબા સમયથી ઠીક ન થાય તો તે શરીરનો ભાગ બની જાય છે. આવું જ કઈંક દેશ સાથે થયું છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે કેટલાક વર્ષ સુધી આપણે આ બીમારીઓનો બોજો ઉપાડ્યા કરીશું. આ સ્થિતિને મારો આજનો યુવા ભારત, મારા ભારતના યુવાઓ સ્વીકારવા માટે તૈયાર નથી. તેઓ તરફડિયા મારી રહ્યાં છે કે સ્વતંત્રતાના આટલા વર્ષ થઈ ગયા, ચીજો ક્યાં સુધી આમ જ ચાલતી રહેશે. ક્યાં સુધી આપણે જૂની નબળાઈઓને પકડીને બેસી રહીશું. તેઓ દેશ બદલવા માંગે છે. સ્થિતિઓ બદલવા માંગે છે અને આથી તેમણે નક્કી કર્યું છે કે હવે ટાળવામાં નહી  આવે. હવે ટક્કર થશે અને ખાત્મો થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More